જે જમાનામાં ચિત્રકાર માત્ર પાટિયાં
ચીતરનારો પેઈન્ટર ગણાતો, ક્લાવિષયક અસ્મિતાનું બ્રેઇન સર પણ ન
હતું. એવા સમયમાં કલાકાર રવિશંકર રાવળે સંકલ્પબદ્ધ થઈને શૈતાની આઈષ્ટ અને અવિરત
ઉદ્યમ વડે ગુજરાતમાં ક્લાસંસ્કારનું બીજારોપણ કર્યું. પ્રજાની રસરુચિ કેળવી અને
ચિત્રકારને સંસ્કૃતિ ને સ્થાને પ્રસ્થાપિત કર્યો. ભારતીય કલાની અસ્મિતાની જીગૃતિ
અને નવનિમંત્રિની દિશામાં બંગાળના વ્યાસાર્થ અવનીન્દ્રનાથ ઠાકુરનું જે આદરણીય
સ્થાન જનહૃદયમાં છે એવું જ સમકક્ષ સ્થાન વિશંકર ચળનું છે. રવિભાઈ ગુજરાતની કલાના
પુરોધા તરીકે તેમ જ ગુજરાતની કળાની પોતીકી પ્રણાલી અને શિષ્ય પરચના પ્રવર્તક
કલાગુરુ તરીકે છે.
સેવાનિષ્ઠ અને ધાર્મિક વૃત્તિના પ્રેમાળ પિતા મહાશંકર અને માતા ઉજમબાના વચેટ પુત્ર તરીકે garvi gujarat ના ભાવનગરમાં એમનો જન્મ. પિતાની પોસ્ટઑફિસની નોકરી અંગે ગામેગામ બદલીઓ થતી હોવાથી એમના બાળપણનો કાળ પોરબંદર, રાજકોટ, વઢવાણ કૅમ્પ, મહેસાણા એમ જુદાં જુદઇ સ્થળોએ વીત્યો. એ ગામની પ્રકૃતિ, અવનવી માનવસૃષ્ટિ, પડોશીઓ, પોસ્ટઑફિસના અમલદારો, વિવિધ સ્થળોના સામાજિક તારિક પ્રસંગોની વાતોનાં રંગસભર સ્મરણો એમના બાળમાનસ પર અંકાતાં ગયાં. એમની અસાધારણ બર્ગે આ વાતો એમણે પોતાના આત્મકથાનક માં ઉતારી છે.
રાજકોટમાં પૅક્ટિન્સિંગ સ્કૂલમાં ભણતા
હતા ત્યારે શિક્ષકોને રંગ વડે ભાતભાતનાં ચિત્રો કરતા ા તે પરથી તેમનું બાલમન
ઉત્તેજિત થઈ ગયું અને ચિત્રો કરવાનો નાદ લાગ્યો, બાળપોથીમાં બ્રેઈને તે ચિત્રો દોરતા. ધીમે ધીમે એમનો હાથ આલેખનમાં
દૃઢ થતો ગયો. પિતાની બદલી ભાવનગર થતાં તેને એંગ્લોવર્નાક્યુલર શાળામાં દાખલ થયા.
અહીં ચિત્રવર્ગો વ્યવસ્થિત ચાલતા હોઈ તેમનું પદ્ધતિસરનું ત્રિશિક્ષણ શરૂ થયું.
આ સમયે દક્ષિણ ભારતના ચિત્રકાર રાજ
રવિવાંનો સારો એવો પ્રભાવ હતો. આ છાપેલાં ચૈત્ર પર ચોરસ આંકીને તેના ઉપરથી બીજા
કાગળ પર મોટાં ચોરસ આંકીને એમણે ચિત્રો ઘેરવાની શરૂઆત કરી. થોડા સમય બાદ તેમને
રાજા રવિવને મળવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું. પોતે ચોરસ પાડી તેમનાં ચિત્રોની નક્લ
કરે છે તેમ જણાવતાં રવિવમાં હસી પડ્યા અને કહ્યું, “કોઈ પણ આધાર વિના માત્ર આંખની જુ મદદથી હાથ ધાર્યો આકાર કરી શકે
ત્યારે જ ચિત્રની સાચી સિદ્ધિ થઈ ગણાય.” આ કથનના
પુરાવારૂપે તેમણે પોતાના સંખ્યાબંધ નમૂનાઓ બતાવ્યા. આવું સિદ્ધ ચિત્રકળાનું કામ
તેમણે જીવનમાં કદી જેવું ન હતું. વિવમાંના શબ્દો તેમના ચિત્તમાં મંત્રની જેમ ચોંટી
ગયા અને ખાનાં પાડીને ચિત્રકામ ન કરવા એમણે સંકલ્પ કર્યો. આપ નકલ કરવાની લાલચ ગઈ
અને જીવંત સૃષ્ટિમાં તેમને રસ પડવા લાગ્યો.
૧૯૦૭-૧૯૦૮નાં વર્ષોમાં દેશમાં જાગૃતિનો
જુવાળ ચડ્યો હતો. ભાવનગરમાં સ્વદેશી પ્રદર્શનની યોજના થઈ હતી. પ્રદર્શનમાં દરેક
ખંડમાં દેખરેખ રાખવા માટે શાળાના વિદ્યાર્થીઓને સ્વયંસેવકો તરીકે રાખવામાં આવ્યા
હતા. આ પ્રદર્શનમાં એક કળાખંડ હતો. આકસ્મિક રીતે garvi gujarat ના રવિશંકરને કાપડની દેખરેખ રાખવાનું
કામ સોંપાયું. એ કાળે રવિશંકરને કળાના પ્રકારો વગેરેમાં ઝાઝી સમજ હતી નહિ, પરંતુ અહીં એમણે મુંબઈની કલાશાળાના વિદ્યાર્થીઓનાં ચિત્રો-નમૂના જોયા
તેથી તેમનું મન મુંબઈ જવા તલપી ઊઠયું. થોડા સમય બાદ એ રાજકોટ ગયા ત્યાં એમનો પરિચય
શ્રી ગાન પાઠક (રા.વિ. પાઠકનો ભાઈ) સાથે થયો. શ્રી ગજીનન પાઠક કલાના વિદ્યાર્થી પણ
હતા.
મેટ્રિકની પરીક્ષા પછી garvi gujarat ના રવિભાઈ પિતાજી
પાસે નાસિક ગયા. નાસિકથી તેઓ મુંબઈ આવીને ગાનને પાઠકને મળ્યા. એ વખતે ગજાનન પાઠક
જે.જે. સ્કૂલ ઑફ આર્ટમાં અભ્યાસ કરતા હતા. તેમણે રવિભાઈને કલાવિદ્યાલયના જુદા જુદા
વિભાગો બતાવ્યા, એમને અહીં દાખલ થઈ અભ્યાસ કરવાની તીવ્ર
ઇચ્છા થઈ ગઈ. પણ કુટુંબીજનોની ઇચ્છા તો એમને ઇજનેરી અભ્યાસ માટે મોકલવાની હતી. એક
તરફ પોતાનાં
કલાપ્રવૃત્તિમાં દેશ વગ અને મહત્ત્વાકાંક્ષા
હતાં, તેની સામે કુટુંબનો વ્યાવહારિક અભિગમ હતો. આ બંને વચ્ચેથી માર્ગ
કાઢવા garvi gujarat ના રવિભાઈએ ભારે મથામણ કરી.મુંબઈ જઈ કલાનો અભ્યાસ કરવા માટે પિતાને પત્ર લખ્યો-
કહો કે લગભગ સત્યાગ્રહ જ કર્યો,
વત્સલ પિતા નખ્યા અને રવિભાઈના ભાવિ અંગે ઊંડી
ચિંતા કરતાં આખરે તેમણે સંમતિ આપી
૧૯૧૦ના આરંભમાં શિવભાઈએ મુંબઈના સ્ટેશન
પર પગ મૂક્યો. સર જે.જે. સ્કૂલ જેવી પ્રતિષ્ઠ સંસ્થામાં પ્રવેશ મેળવી, પૂરા છ વર્ષ
તનતોડ મહેનત કરી ૧૯૧૬ની અંતિમ પરીક્ષામાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયા ! તેમને મૈયો
ચંદ્રક મળ્યો. ૧૯૧૭માં મુંબઈ આ સોસાયટીના પ્રદર્શનમાં એમનું ચિત્ર શ્રેષ્ઠ લેખાયું
અને તેમને સુવર્ણચંદ્રક મળ્યો. આવું માન મેળવનાર તેઓ સૌપ્રથમ ગુજરાતી ચિત્રકાર
હતા. કલા-અભ્યાસ કરતા હતા તે દરમ્યાન જ 'વીસમી સદી' સાયિકના તંત્રી
હાજી મહંમદ અલારખિયા શિવજીના તેઓ સંપર્કમાં આવ્યા હાજીને ત્યાં લેખકોનો ડાયરો
ભરાતો. શિવભાઈ ધીમે ધીમે સાહિત્યકારોના પણ સંપર્કમાં આવવા લાગ્યો. કલા અભ્યાસ પૂરો
કર્યા પછી કલાકાર તરીકેનો સ્વતંત્ર અભ્યાસ મુંબઈમાં જ શરૂ કર્યાં, હાજી મહંમદ
રવિભાઈને ઘણું ઉત્તેજન આપતા અને garvi gujarat ના રવિભાઈ પાસે ‘વીસમી સદી'માં ચિત્રો
કરાવતાં. ૧૯૧૮માં મુંબઈમાં ભરાયેલા કૉંગ્રેસના અધિવેશનમાં તેમણે ભારતીય નેતાઓના
સ્કેચ કરવા રવિભાઈને સગવડ કરી આપી હતી. આ નેતાઓમાં- ગુલામી સામે જાણે પડકાર કરતો
હોય તેમ કાઠિયાવાડી ફૈટી, અંગરખા અને ખેસવાળા એક નેતા બેઠા હતા, રવિભાઈએ તેમનો પણ સ્ક્રેચ કર્યાં. એ
નેતા હતા મોહનદાસ કરમચંદ ગાંધી.
૧૯૧૯માં શિવભાઈએ જીવનકાર્યનું ક્ષેત્ર
અમદાવાદ ફેરવ્યું. અહીં તેમનો પરિચય
ડૉ. હરિપ્રસાદ દેસાઈ સાથે થયો, ડૉ, હરિપ્રસાદે
રવિભાઈનો પરિચય અમદાવાદના અનેક નામાંકિત લોકો સાથે કરાવ્યો, ૧૯૨૦માં
અમદાવાદમાં ભરાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં કલાપ્રદર્શન યોજવાનું કામ
તેમને સોંપવામાં આવ્યું, ખૂબ નિષ્ઠાપૂર્વક,
ડૉ. હરિપ્રસાદની સહાય અને હૂંફ સાથે તેમણે આ
કાર્ય સફળતાપૂર્વક પાર પાડયું. આ પરિષદમાં રવીન્દ્રનાથ ટાગોર પધાર્યા હતા. આ કામ
અંગે ખુબ શ્રમ કરવાથી રવિભાઈ બીમાર પડી જવાથી
ભાવનગર પાછા ગયા.
૧૯૨૪નું વર્ષ રવિભાઈ માટે અને ગુજરાત
માટે મહત્ત્વનું સાબિત થવાનું હતું. આ વર્ષના આરંભે તેમણે ‘કુમાર’ માસિકનો આરંભ
કર્યો. ગુજરાતનાં કલાવિકાસ, કલાપ્રવૃત્તિમાં એક યુગનાં મંડાણ થયાં. માત્ર કલા જ નહિ, પણ શિષ્ટ
સાહિત્યનું પણ તે પ્રહરી બન્યું. સર્જનાત્મક સાહિત્ય, માહિતીપ્રદ
સાહિત્ય, ચિત્રો, તસવીરો સાથે ઉત્તમ કલા-આયોજન કરી ‘કુમારે’ જે ગજું કાઢ્યું તે ગુજરાતી ભાષાના
સામયિકપ્રકાશન ક્ષેત્રે જ નહિ, પણ અન્ય ભારતીય ભાષાઓમાં પણ એક સીમાસ્તંભરૂપ બની ગયું. ગુજરાતના
હજારો યુવાનો માટે ‘કુમાર’ પ્રેરણાસ્રોત બની રહ્યું. garvi gujarat ના રવિભાઈએ અનેક પ્રવાસો કર્યા છે. જ્યાં
જ્યાં ગયા ત્યાં એમની પેન્સિલ સ્કેચબુક પર સદા ફરતી રહી છે. નાની મોટી ઘટનાઓ એમના
ચિત્તમાં કંડારાઈ જતી હતી. ૧૯૩૭માં કરાંચીના કનૈયાલાલ મુનશીના પ્રમુખપદે ભરાયેલા
સાહિત્ય પરિષદના અધિવેશનના કલાવિભાગના પ્રમુખ તરીકે તેમની વરણી થઈ હતી. આ વખતે
તેમનું અધ્યક્ષીય વ્યાખ્યાન સ્મરણીય છે. આ જ અરસામાં ‘કુમાર’માંના કલાવિષયક
લેખો અને અજંતાની કલાયાત્રાના ફલસ્વરૂપ ‘અજંતાના કલામંડપો'નું પ્રકાશન
એમની સુરેખ કલમ અને પીંછીની કીર્તિદા બન્યાં હતાં.સર્જનાત્મક ચિત્રો ઉપરાંત
પોર્ટ્રેઈટમાં તો તેમની અનોખી સિદ્ધિ હતી. પુસ્તકો માટે પણ તેમણે અનેક લાઈન
ડ્રૉઈંગ કર્યાં છે. મુનશી જેવા એમના પ્રિય લેખકની ‘પાત્રસૃષ્ટિ’ની માળા એમનું
મૂલ્યવાન સર્જન છે.
૧૯૪૨ સુધી તેમણે ‘કુમાર'ને પોતાની અંગત
જવાબદારીથી ચલાવ્યું. સતત અઢાર વર્ષ સુધી એકધારું પ્રકાશન કર્યા પછી પણ તેની
આર્થિક વિટંબણાઓને કારણે તેમ જ તેમની મોટી માંદગીને કારણે ‘કુમાર'નું પ્રકાશન બંધ
કરવાનો તેમણે નિર્ણય કર્યો. પણ ચૈતન્યપ્રસાદ દીવાનજી જેવા સંસ્કારપુરુષોએ ‘કુમાર'ની ડગુમગુ થતી
વાટને સંકોરી, ‘કુમાર’ને લિમિટેડ સંસ્થામાં ફેરવી. રવિભાઈ નિવૃત્ત થયા. ‘કુમાર’ના આરંભથી જ
તેમની સાથોસાથ જોડાયેલા બચુભાઈએ તેનું સુકાન સંભાળી લીધું. ત્યારબાદ જીવનના અંત
સુધી રવિભાઈ ઇચ્છિત કલા-પ્રવૃત્તિમાં રત રહ્યા. ૧૯૫૨માં એમણે શાંતિપરિષદમાં ભાગ લઈ
રશિયાનો પ્રવાસ કર્યો હતો. તેના ફલસ્વરૂપે તેમણે એક પુસ્તક આપ્યું હતું- ‘દીઠાં મેં નવાં
માનવી', ૧૯૫૬માં ભારત સરકારે એમને ‘પદ્મશ્રી’ બિરુદ આપ્યું. ‘નહેરુ પારિતોષક' મળતાં બીજી વાર
સોવિયેત યાત્રા કરી. કેન્દ્રની લલિત કલા અકાદમીના સ્થાપનાકાળથી સળંગ અને દાયકા
સુધી સભ્યપદે રહેલા. ૧૯૭૦માં અકાદમીએ તેમને ‘ફેલો’ બનાવી તામ્રપત્રથી વિભૂષિત કર્યા.
અમદાવાદમાં લલિત કલા અકાદમીના ભવન સાથે તેમનું નામ જોડીને અકાદમીએ તેમનું ગૌરવ કર્યું
છે.
એક કલાકાર તરીકે ગુજરાતના
સંસ્કારજીવનમાં તેમના પ્રદાન કરતાંય બીજાં બે પ્રદાન વધુ મહત્ત્વનાં છે. એક તો ‘કુમાર’ માસિકનું
પ્રકાશન અને તે દ્વારા હજારો યુવાનોને સંસ્કારની એકલવ્યી દીક્ષા આપી તે અને બીજું
તેમણે ‘ગુજરાત કલાસંઘ’ની સ્થાપના કરી ગુજરાતની માટીમાંથી અનેક કલાકારો આપ્યા તે. કલાનાં
વિવિધ ક્ષેત્રોમાં ગુજરાતનું નામ રોશન કરનાર અનેક કલાકારો અને તેમનાં પણ શિષ્યવૃંદ
રવિભાઈની જ કલાગંગોત્રી છે. garvi gujarat ના કલાના જ નહિ, પણ સાહિત્ય અને સંસ્કારજીવનને દૃઢ
કરનારા જે દૃષ્ટિપૂત પુરુષો ગુજરાતે આપ્યા
છે તેમાં રવિભાઈ આગલી હરોળમાં છે.